ભારતીય મનોવિજ્ઞાન
ભારતીય
મનોવિજ્ઞાનનો ઈતિહાસ ઈસ્વીસન પૂર્વેનો છે. ભારતીય પ્રાચીન સાહિત્ય મુખ્યત્વે વેદ,
ઉપનિષદો, દર્શનો, વેદાંતો, હિંદુ, બૌદ્ધ અને જૈન તત્વજ્ઞાનમાં વિસ્તરેલું
છે. જેમાં મનોવિજ્ઞાન, તર્કવિદ્યા, ગણિતશાસ્ત્ર, કામશાસ્ત્ર, ચિકિત્સાશાસ્ત્ર,
જ્ઞાનમીમાંસા, ખગોળશાસ્ત્ર, ધાર્મિક અને સામાજિક તત્વજ્ઞાન વગેરે જેવા
જ્ઞાનનો સમાવેશ કરી શકાય. આ બધા શાસ્ત્રોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વિસ્તરેલ
મનોવિજ્ઞાનને અલગ તારવવાની આવશ્યકતા છે. જો કે આ દિશામાં
ભૂતકાળમાં કેટલાક સરાહનીય પ્રયત્નો થયા છે. જેમાં સ્વામી અખિલાનંદનું ‘હિંદુ
મનોવિજ્ઞાન’, જદુનાથ સિન્હાનું ‘ભારતીય
મનોવિજ્ઞાન’, મોહનલાલ મહેતાનું ‘જૈન મનોવિજ્ઞાન’, રામચંદ્ર રાવનું ‘ભારતમાં
મનોવૈજ્ઞાનિક વિચારધારાનો વિકાસ’ વગેરે સાહિત્ય સરાહનીય છે.
ભારતીય પ્રાચીન સાહિત્ય મુખ્યત્વે વેદ, ઉપનિષદો,
દર્શનો, વેદાંતો, હિંદુ, બૌદ્ધ અને જૈન તત્વજ્ઞાનમાં વિસ્તરેલું છે. જેમાં
મનોવિજ્ઞાન, તર્કવિદ્યા, ગણિતશાસ્ત્ર, કામશાસ્ત્ર, ચિકિત્સાશાસ્ત્ર, જ્ઞાનમીમાંસા,
ખગોળશાસ્ત્ર, ધાર્મિક અને સામાજિક તત્વજ્ઞાન વગેરે જેવા જ્ઞાનનો
સમાવેશ કરી શકાય. આ બધા શાસ્ત્રોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વિસ્તરેલ
મનોવિજ્ઞાનને અલગ તારવવાની આવશ્યકતા છે. ભારતીય
મનોવિજ્ઞાન મનનો, તેની
પ્રક્રિયા અને વાસ્તવિક જગત પ્રત્યેની પ્રતિક્રિયાઓ તેમજ તે જેના દ્વારા જ્ઞાન
મેળવે છે તે પદ્ધતિઓનો અભ્યાસ કરે છે. ભારતીય ચિંતકો
અબોધ મનનો સ્વીકાર કરે છે. વ્યક્તિના વર્તમાન જીવનમાં તેના પૂર્વજન્મના કર્મોના
સંસ્કારોની અસર પડે છે. ભારતીય મનોવૈજ્ઞાનિકો વર્તનની પાછળ રહેલી પ્રેરણા તેમજ
કામનાઓનો સ્વીકાર કરે છે પરંતુ કામ કે અહમ્ જેવી ફક્ત એક જ વૃત્તિ છે એવું
સ્વીકારતા નથી. ભારતીય મનોવિજ્ઞાનની પદ્ધતિઓ આત્મલક્ષી, આંતરનિરીક્ષણવાદી અને અંતર્જ્ઞાનની
છે. તેમની ચિંતન પ્રક્રિયાની તર્કક્રિયાના ચુસ્ત નિયમોને આધારે ચકાસણી કરવામાં આવે
છે. ભારતીય આંતરનિરીક્ષણની આત્મલક્ષી પદ્ધતિ સમગ્ર મનની પૂરેપૂરી સમજૂતી આપે છે. ભારતીય
મનોવિજ્ઞાન પ્રયોગલક્ષી નથી તેથી અનુભાવાશ્રિત નથી એવું કહેવું ભૂલ ભરેલું છે. ભારતીય મનોવિજ્ઞાન મુજબ મન
એ સ્વ કરતા ભિન્ન છે. સ્વની સાથે સાહચર્ય દ્વારા બુદ્ધિ તરીકે તેના સ્વરૂપ સાથે
સમાનતા ધરાવે છે. તેથી તેની જડ પદાર્થ તરીકે માની શકાય નહિ. શાસ્ત્રોમાં જ્ઞાન,
વિજ્ઞાન, પ્રજ્ઞા, સંજ્ઞા, મેઘા, દ્રષ્ટિ, મતિ, સ્મૃતિ, જ્યોતિ, મનિષા વગેરે જેવા
લક્ષણો મનમાં આરોપવામાં આવ્યા છે.
એવું કહેવું યોગ્ય નથી કે પ્રત્યેક દેશોના મનોવિજ્ઞાન જુદા જુદા હોય છે. ખરેખર
મનોવિજ્ઞાન તો સાર્વત્રિક છે. પરંતુ તેના
પર સંસ્કૃતિ, વાતાવરણ, દેશકાળ, જે તે દેશના તત્વજ્ઞાન વગેરે જેવા પરિબળોની અસર
તેમની વિચારધારા પર પડતી હોય છે. ભારતીય મનોવિજ્ઞાન એટલે ભારતીય શાસ્ત્રો, ગ્રંથો,
પુરાણો વગેરેમાં રજૂ થયેલ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ થયેલું ચિંતન. આમ, ભારતીય
મનોવિજ્ઞાને મનોવિજ્ઞાન એક નાવીન્યપૂર્ણ અભિગમ પૂરો પાડે છે.
No comments:
Post a Comment