તરુણાવસ્થાનું મનોવિજ્ઞાન
v પૂર્વભૂમિકા (Introduction):
આધુનિક
વિશ્વ પ્રગતિના પંથે છે. આજે જ્ઞાન અને વિજ્ઞાનનો વિકાસ ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે. વૈજ્ઞાનિક શોધખોળો અને પ્રગતિએ જગતના અનેક ગુપ્ત રહસ્યો ખોલી નાખ્યા છે. મોટાભાગની અજ્ઞાત બાબતોને શોધો વડે ખુલ્લી (જ્ઞાત) કરી નાખવામાં આવી છે. આમાંથી માનવજીવન પણ બાકાત નથી. માનવજીવનની વિવિધ અવસ્થાઓમાં બાળકના જન્મથી લઈને તે મોટું થાય ત્યાં સુધીના વિકાસની અનેક અવસ્થાઓમાં પ્રવેશ કરીને આગળ વધે છે. બાળકની ઉંમર વધવાની સાથે સાથે શરીરના આકાર, વર્તન, રસ, ટેવો વગેરેમાં પણ પરિવર્તનો થાય છે. માનવવિકાસની વિવિધ અવસ્થાઓ વિકાસાત્મક મનોવિજ્ઞાનની આધુનિક અને યથાર્થવાદી વિચારધારાનું દ્યોતક છે. વિકાસાત્મક મનોવિજ્ઞાન સમગ્ર માનવજીવનનો જન્મથી લઈને વૃદ્ધાવસ્થા સુધીનો અભ્યાસ કરે છે. વિકાસાત્મક મનોવિજ્ઞાન સાથે બાળ મનોવિજ્ઞાન પણ જોડાયેલું છે. પરંતુ વર્તમાન સમયની પરિસ્થિતિને પહોંચી વળવા વિકાસાત્મક મનોવિજ્ઞાનના જ એક ભાગ તરીકે ‘તરુણાવસ્થાનું મનોવિજ્ઞાન’ વિકાસ પામ્યું છે.
v તરુણાવસ્થાના મનોવિજ્ઞાનનો અર્થ (Meaning of Adolescent
Psychology):
તરુણાવસ્થાનું મનોવિજ્ઞાન એક વિકસતું વિજ્ઞાન છે. વિકાસાત્મક મનોવિજ્ઞાનની આગવી અને મહત્ત્વપૂર્ણ શાખા છે. મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં જેમ જેમ સંશોધનો થતાં ગયા, સમજ વધતી ગઈ તેમ તેમ તેમાં નવાં દ્રષ્ટિબિંદુઓ દાખલ થતાં ગયાં છે. તરુણાવસ્થાનું મનોવિજ્ઞાન તરુણોના વર્તનને સમજવા માટેનો વૈજ્ઞાનિક અભ્યાસ છે તેમજ તરુણાવસ્થાનાં મનોવિજ્ઞાનમાં વિકાસાત્મક મનોવિજ્ઞાન અને બાળ મનોવિજ્ઞાનની વિવિધ વિચારધારાઓ અને દ્રષ્ટિબિંદુઓનો
સમન્વય કરવામાં આવ્યો છે.
“તરુણાવસ્થાનું મનોવિજ્ઞાન તરુણોની શારીરિક, માનસિક, સામાજિક, આવેગાત્મક, વૈયક્તિક, મનોરંજન અને સ્વાસ્થ્ય સંબંધિત, રુચિઓ સંબંધિત બાબતોનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે.”
-
માર્ગારેટ.
“તરુણાવસ્થાનું મનોવિજ્ઞાન તરુણોની 13 થી 19 વર્ષની વય દરમિયાન શારીરિક, મનોવૈજ્ઞાનિક, સામાજિક, નૈતિક, સંજ્ઞાનાત્મક વિકાસ તથા માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ઉપરાંત આ વિકાસો અને સંક્રમણના સમયગાળા દરમિયાન તરુણોને ઓળખે છે અને તેઓને મદદરૂપ બને છે.”
- અમેરિકન એકેડમી ઓફ પીડિયાટ્રિકસ.
“તરુણાવસ્થાનું મનોવિજ્ઞાન એ વિકાસાત્મક મનોવિજ્ઞાનની એક શાખા છે, જે તરુણાવસ્થા દરમિયાન વિકાસ, તરુણાવસ્થાની સમસ્યાઓ, તરુણાવસ્થાના વિકાસાત્મક કાર્યો વગેરેનો અભ્યાસ કરે છે.”
- એલિઝાબેથ હરલોક.
No comments:
Post a Comment