સલાહ મનોવિજ્ઞાન
મનોવિજ્ઞાન
માનવવર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. જેમ જેમ પરિવર્તનનો પવન ફૂંકાતો ગયો તેમ તેમ
મનોવિજ્ઞાનમાં સમય સાથે કદમ મિલાવવાના પ્રયત્નો પણ થતાં રહ્યા છે. સમયની માંગ અને
જરૂરિયાત અનુસાર મનોવિજ્ઞાનના વિવિધ ક્ષેત્રોમ પણ ઘણો વિકાસ થયો છે. મનોવિજ્ઞાનના વિકાસની
સાથે તેમાં વિભિન્ન
શાખાઓ પણ અસ્તિત્વમાં આવી છે.
આ શાખાઓમાંની એક શાખા
એટલે 'સલાહ મનોવિજ્ઞાન'
(Counseling Psychology). સલાહ મનોવિજ્ઞાનના ઉદ્દભવ પછી 'સલાહ’ની
વિભાવનામાં પણ ઘણું પરિવર્તન
આવ્યું છે અને તેના પરિણામ સ્વરૂપે સલાહનું કાર્યક્ષેત્ર પણ
વ્યાપક બન્યું છે.
આજના આધુનિક સમયમાં સલાહ
મનોવિજ્ઞાન સલાહની જરૂરિયાતને ધ્યાને રાખીને વધુ સુસજ્જ બન્યું છે અને તેનો વ્યાવસાયિક ઉપયોગ
પણ દિન-પ્રતિદિન વધી રહ્યો છે.
સલાહ એક મનોવૈજ્ઞાનિક મદદની પ્રવૃત્તિ છે. અન્ય વ્યક્તિની સમસ્યાઓ ઉકેલવામાં મદદરૂપ
થવાની ઈચ્છા કે શિખામણ પ્રવૃત્તિ પ્રાચીન સમયથી થતી આવે છે. આથી કહી શકાય કે
સલાહની પ્રક્રિયા ઘણી પ્રાચીન છે. પ્રાચીન સમયથી જ લોકોને મૂંઝવતી સમસ્યાઓ,
પ્રશ્નો કે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં વડીલો, શિક્ષકો, મિત્રો કે અનુભવી
વ્યક્તિઓ દ્વારા સલાહ આપવામાં આવે છે. જોકે વડીલો, શિક્ષકો, મિત્રો કે અનુભવી
વ્યક્તિઓ દ્વારા આપવામાં આવતી પરંપરાગત સલાહ અનૌપચારિક સ્વરૂપની હોય છે. કારણ કે
આવી સલાહ આપનાર વ્યક્તિઓએ કોઈ વ્યવસ્થિત તાલીમ લીધેલી હોતી નથી. પરંતુ તેઓ પોતાની
આત્મસૂઝ (કોઠાસૂઝ) કે પોતાના અનુભવોને આધારે સલાહ આપતા હોય છે. પરંપરાગત સલાહ
‘સમસ્યા કેન્દ્રી’ સલાહ હોય છે. તેમાં સલાહાર્થીનું કોઈ મહત્ત્વ જણાતું નથી.
No comments:
Post a Comment