બોધાત્મક
મનોવિજ્ઞાનમાં બોધાત્મક પ્રક્રિયાઓને સમજવાના વ્યવસ્થિત
અને વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ
સાથે પ્રયત્નો થઇ
રહ્યા છે. બોધાત્મક પ્રક્રિયાઓને સમજવા તથા
તેનો અભ્યાસ કરવા
માટે વિવિધ અભ્યાસ
પદ્ધતિઓનો ઉપયોગ કરી
ઉંડાણપૂર્વક જાણકારી મેળવવામાં
આવે છે. આજે બોધાત્મક પ્રક્રિયાઓને કેન્દ્રમાં રાખી
વિવિધ શિક્ષણ તરેહો
વિકસાવવામાં આવી રહી
છે.
તેના પરિણામ સ્વરૂપે
મનોવિજ્ઞાન દ્વારા પોતાની
એક આગવી અને
વિશિષ્ટ એવી 'બોધાત્મક મનોવિજ્ઞાન'
નામની શાખા વિકસાવી
છે.
‘બોધાત્મક મનોવિજ્ઞાન’ બોધાત્મક
પ્રક્રિયાઓના
વિવિધ પાસાંઓનો વૈજ્ઞાનિક
ઢબે અભ્યાસ હાથ
ધરે છે.
જુદાં-જુદાં
મનોવૈજ્ઞાનિકોએ બોધાત્મક મનોવિજ્ઞાનની
જુદી જુદી રીતે
વ્યાખ્યાઓ રજૂ કરી
છે.
તેમાની કેટલીક મહત્ત્વપૂર્ણ
વ્યાખ્યાઓ નીચે મુજબ
છે.
"બોધાત્મક મનોવિજ્ઞાન એક એવી શાખા છે કે જે માનસિક પ્રક્રિયાઓ જેવી કે સ્મૃતિ, સમસ્યા
ઉકેલ, સંકલ્પના નિર્માણ, તર્ક, નર્ણય પ્રક્રિયા, ભાષા અને પ્રત્યક્ષીકરણના અભ્યાસ
પર ભાર મૂકે છે."
- વુડ અને વુડ (1996).
"બોધાત્મક
મનોવિજ્ઞાનનો સંબંધ એવી તમામ પ્રક્રિયાઓ સાથે હોય છે કે જેના દ્વારા સાંવેદનિક
સંગ્રહ પરિવર્તિત થાય છે, નાનો થાય છે, વિસ્તૃત થાય છે, સંગ્રહ પામે છે,
પુન:પ્રાપ્તિ થાય છે ત્યારબાદ તેનો ઉપયોગ કરવામાં આવે છે."
- નિસ્સાર
(1967)
"બોધાત્મક
મનોવિજ્ઞાન બોધનનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. બોધાત્મક મનોવિજ્ઞાનનું ધ્યેય પ્રયોગો કરવા અને એવા સિદ્ધાંતોને વિકસિત કરવા
કે જેનાથી ખ્યાલ આવી શકે કે માનસિક પ્રક્રિયાઓને કેવી રીતે સંગઠિત કરી શકાય તથા તે
કેવી રીતે કાર્ય કરે છે. "
- એટકિન્સન અને હિલ્ગાર્ડ
No comments:
Post a Comment